જયારે પણ આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે શાકભાજીને સારી રીતે ધોઈને સાફ કરીયે છીએ અને વાસણને પણ સાફ કરીએ છીએ. આપણું સંપૂર્ણ ધ્યાન તેના પર હોય છે કે આપણે શું બનાવી રહ્યા છીએ. પરંતુ શું તમે એ જાણો છો કે તમે જે ધાતુના વાસણમાં જમવાનું બનાવી રહ્યા છો તેની પણ તમારા સ્વાસ્થ્ય પર મોટી અસર થાય છે ?
એવી કેટલીક ધાતુઓ છે, જેમાં રાંધવાથી પોશકતત્વો ખતમ થઇ જાય છે. સાથે સાથે તે શરીરના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. અને શરીર માટે ઝેરનું કામ કરે છે. ચાલો જાણીયે એવી કઈ ધાતુઓ છે જેમાં રાંધવાનું ટાળવું જોઈએ.
એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ હાઈ ટેમ્પરેચરને જલ્દી શોષે છે. તે ઘણી જ મજબૂત ધાતુ હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો એલ્યુમિનિયમના વાસણમાં જમવાનું બનાવવાનું પસંદ કરે છે. જો કે ગરમ થતા એલ્યુમિનિયમ એસિડ વાળા ખાદ્ય પદાર્થો જેમ કે ટામેટા અને સિરકા સાથે પ્રતિક્રિયા આપે છે.
ધાતુની આવી પ્રતિક્રિયા ખોરાકમાં ઝેર બનાવી શકે છે. તેના કારણે પેટમાં દુખાવો પણ થઇ શકે છે. એલ્યુમિનિયમ એક ભારે ધાતુ છે જે ધીમે ધીમે તમારા ભોજનમાં પ્રવેશ કરે છે.
તાંબુ
તાંબાના વાસણોમાં પાણી પીવું અને જમવું સેફ માનવામાં આવે છે પણ આ ધાતુને હાઈ ટેમ્પરેચર પર ગરમ કરવી જોઈએ નહીં. કારણ કે તાંબુ આગ પર ઝડપથી રીએકશન આપે છે. હાઈ ટેમ્પરેચર પર તાંબાના વાસણમાં મીઠું અને એસિડના મિશ્રણથી અનેક પ્રકારના કેમિકલ બનવા લાગે છે. જો તાંબાના વાસણને યોગ્ય રીતે ન સાચવવામાં આવે તો તે બીમારીનું કારણ પણ બની શકે છે.
પિત્તળ
પિત્તળના વાસણો પણ તાંબાની જેમ ખુબ જ ભારે હોય છે. સામાન્ય રીતે પારંપરિક ભોજન તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચિકન મટન અને બિરયાની જેવી અનેક વાનગીઓ છે જે બનાવવા માટે વધુ સમય લાગે છે. આ ખાસ પ્રકારનું ખોરાક પિત્તળના વાસણોમાં જ બનાવવામાં આવે છે. પિત્તળના વાસણોમાં પણ વધુ તાપમાન પર મીઠું અને એસિડવાળા ખોરાક રીએકશન આપે છે એટલે પિત્તળના વાસણોમાં જમવાનું બનાવવાનું ટાળવું જોઈએ. તળવા માટે કે ચોખા અથવા ભાત કેવી વાનગીઓ બનાવવા માટે આ વાસણનો ઉપયોગ કરી શકાય છે.