ચણીયા ચોળીમાં ગુજરાતની કોકિલ કંઠી કિંજલ દવેએ કર્યો જમાવડો, એવી તસવીરો શેર કરી કે તમારી નજર નહીં હટે, જુઓ

ચાર ચાર બંગળી વાળા ગીતથી ગુજરાતીઓના હૈયા ઉપર રાજ કરનારી કોકિલ કંઠી કિંજલ દવેનો ચાહકવર્ગ આજે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં તમને જોવા મળશે, કિંજલ દવેના એક એક ગીતની ચાહકો કાગડોળે રાહ જોઇને બેઠા હોય છે આ ઉપરાંત તેના અંગત જીવનની પણ એક એક અપડેટ મેળવવા માટે તેના ચાહકો સોશિયલ મીડિયાના આંખો માંડીને બેઠા હોય છે.કિંજલ દવે પણ તેના સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કિંજલ દવે જ્યાં પણ કોઈ પ્રોગ્રામ કરવા માટે જાય ત્યાથી તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે જેને ચાહકો પણ ખૂબ જ પસંદ કરતાં હોય છે. કિંજલ દવેની તસવીરો ઉપર તેના ચાહકો મન મુકીને પ્રેમ પણ વરસાવતા જોવા મળે છે.ત્યારે હાલમાં જ કિંજલ દવેએ તેના ચાહકો માટે તેના એક શાનદાર લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેને ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ પણ લૂંટાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક જોવા મળી રહ્યો છે, અને આ તસવીરો ઉપરથી તેના ચાહકો ચાહવા છતાં પણ નજર હટાવી શકશે નહીં.કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 5 તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં કિંજલ દવે ચણિયા ચોળીમાં જોવા મળી રહી છે. કિંજલ દવે ચણીયા ચોળી પહેરીને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો ઉપર કિંજલ દવેના ચાહકો ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે, આ ઉપરાંત સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે, ગીતાબેન રબારીએ કોમેન્ટ કરીને “ગોરજીયસ” લખ્યું છે.કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઈ છે, કિંજલ અને પવન બંને તેમના સોશિયલ મીડિયામાં તેમની શાનદાર તસવીરો પણ શેર કરતા રહે છે, થોડા દિવસ પહેલા જ બંનેની સગાઈની એનિવર્સરી પણ હતી, જેનો એક વીડિયો પવન જોશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. આ વીડિયોમાં આ કપલ ખૂબ જ રોમાન્ટિક જોવા મળી રહ્યું હતું. આ વીડિયોને બંનેના ચાહકોએ પણ ખૂબ જ પસંદ કર્યો હતો.આ ઉપરાંત કિંજલ દવેએ હાલમાં એક શાનદાર કાર પણ લીધી હતી. કિંજલ દવેએ મર્સીડીઝ કાર ખરીદી હતી જેનો વીડિયો અને તસવીરો પણ કિંજલે તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ કાર દેખાવામાં ખૂબ જ શાનદાર હતી, કાર ખરીદ્યા બાદ તેમના ચાહકો પણ તેમને નવી કાર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.