ગુજરાતના વડોદરા જિલ્લાના નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રાઈટ કંપનીની કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
ગુજરાતના વડોદરા જિલ્લાના નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રાઈટ કંપનીની કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બોઈલરમાં બ્લાસ્ટ થયા બાદ આ આગ ફેલાઈ હોવાનું અનુમાન છે. આગ લાગ્યા બાદ અન્ય બે બોઈલર પણ ફાટ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે. નજીકની કંપનીની જગ્યા ખાલી કરીને બંધ કરી દેવામાં આવી છે.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, એક કરતા વધુ વિસ્ફોટ થયા હતા અને તે પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ આગ પર કાબૂ મેળવવા માટે વધારાના ફાયર ટેન્ડરોને બોલાવવામાં આવ્યા છે. આગ અને નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

વડોદરાની નંદેસરી GIDCમાં આગ
દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ
આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ#Vadodara #News18gujarati #Breaking #News #aag pic.twitter.com/xjokoO6xVk
— News18Gujarati (@News18Guj) June 2, 2022
અધિકારીઓએ કહ્યું છે કે સૌથી પહેલા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આગ અને વિસ્ફોટ પાછળ સલામતીના કારણોનો અભાવ પણ હોઈ શકે છે, પરંતુ તેના વિશેની માહિતી પછી આપવામાં આવશે.