કોર્ટ આજે આરોપી ફેનીલને ગ્રીષ્મા વેકરીયા હત્યા ના કેસમાં સંભળાવી શકે છે સજા…

સુરતના બહુચર્ચીત કેસ ગ્રીષ્મા વેકરીયાની હત્યાના આરોપી ફેનીલને આજે કોર્ટે સજા સંભળાવી શકે છે. તમને જણાવી દઈએ કે ફેનીલે સુરતના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા વેકરીયાની ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. આ હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

105 લોકોની લેવામાં આવી હતી જુબાની

ગ્રીસમાં વેકરીયા મર્ડર કેસમાં લગભગ 190 જેટલા સાક્ષી હતા. જેમાંથી 85 જેટલા સાક્ષીઓને પડતા મુકાયા બાદ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

વિડીયો ઓરીજીનલ હોવાનું એફ એલ નું એલાન

તમને જણાવી દઈએ કે ગ્રીષ્મા વેકરીયા મર્ડર કેસમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફેનીલ ચપ્પુ વડે ગ્રીષ્માની હત્યા કરતો જોવા મળી રહ્યો હતો. ખરાઇ માટે આ વિડીયો એલ એલ એફને મોકલવામાં આવ્યો હતો. એલ એલ એફના અધિકારીઓએ આ વીડિયો સાચો હોવાનું જણાવ્યું હતું. વિડિયોની સત્યતા બાબતે એલ એલ એફના અધિકારીઓએ પણ જુબાની આપી હતી. તેમનું કહેવું છે કે વીડિયોમાં જે અવાજ છે તે ફેની નો જ છે અને વિડિયો સાથે કોઇ ચેડાં થયેલા નથી.

કોર્ટમાં ૬ એપ્રિલના રોજ પૂર્ણ થઇ હતી દલીલો

ગત ૬ એપ્રિલના રોજ કોર્ટમાં દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી આરોપી ફેનીલને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. તો સામે પક્ષે આરોપી દ્વારા બચાવ પક્ષમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી ફેનીલને ખોટા કેસમાં ફસાવી દેવાયો છે. પોલીસે માત્ર સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી જે પોલીસની કાર્યવાહી પર શંકા ઊભી કરે છે.

તો સામે સરકારી પક્ષના વકીલે જણાવ્યું હતું કે આ માત્ર ઉશ્કેરાટમાં કરાયેલું કામ નથી. આ આરોપી ફેનીલે ઓનલાઈન ચપ્પુ મંગાવ્યા હતા. ત્યાર બાદ જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરી હતી. આ બતાવે છે કે આરોપી ફેનીલ પૂર્વ તૈયારી સાથે આવ્યો હતો અને તેનો ઇરાદો હત્યા કરવાનો જ હતો.

તમને જણાવી દઈએ કે સુરતના પાસોદરા વિસ્તારમાં આરોપી ફેનીલે એક તરફી પ્રેમમાં જાહેરમાં ચપ્પુ વડે ગળું કાપીને ગ્રીષ્માની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. જો કે કોર્ટે આજે આરોપી ફેનિલ ને શું સજા સંભળાવશે તેના પર બધાની નજર ટકેલી છે.