સુરતના ધોળકિયા પરિવારમાં વર્ષો બાદ થયો દીકરીનો જન્મ, શહેરમાં ફેરવીને કર્યું રાજકુમારી જેવું સ્વાગત…

આજે પણ સમાજમાં એવા ઘણા લોકો છે જે પુત્ર અને પુત્રીમાં ભેદ કરે છે, આવા લોકો છોકરીઓના જન્મને અભિશાપ માને છે. ઘણી જગ્યાએ દીકરીઓને જન્મતા પહેલા જ મારી નાખવામાં આવે છે. પરંતુ સુરતથી એક હૃદયસ્પર્શી તસવીર સામે આવી છે જેને જોઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવ કરાવે તેવી છે. અહીં એક પરિવારે દીકરીના જન્મની એવી રીતે ઉજવણી કરી કે લોકો જોતા જ રહી ગયા.સુરતના ધોળકિયા પરિવાર માં લગભગ ચાર દાયકા બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. જેનાથી ખુશ થઈને ધોળકિયા પરિવારે તેનું રાજકુમારીની જેમ સ્વાગત કર્યું હતું અને આખા સુરત શહેરમાં તેને ફેરવી હતી.સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ના પુત્ર શ્રેયાંશ ધોળકિયા ના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેથી ધોળકિયા પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ધોળકિયા પરિવારમાં દીકરીનો જન્મ લગભગ ચાર દાયકા બાદ થયો છે. જેના કારણે તેમની ખુશી બેવડાઈ છે.તમને જણાવી દઈએ કે ગોવિંદ ધોળકીયા સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ છે. તેમના ઘરમાં પુત્રનો જન્મ થતાં જ તેને આખા સુરત શહેરમાં રાજકુમારીની જેમ ફેરવી હતી. સફેદ વેનિટી વેન ને ખાસ પિંક કલર થી રંગવામાં આવી હતી ત્યાર બાદ દીકરીને તેમાં બેસાડી ને આખા સુરતમાં ફેરવવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે તેમના માટે આ સૌથી મોટી ખુશીની ક્ષણ છે કે વર્ષો બાદ જ્યારે તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો છે. તેથી જ તેમણે કંઈક અલગ રીતે તેના સ્વાગતની તૈયારી કરી હતી.મળતી માહિતી અનુસાર ગોવિંદભાઈ ધોળકિયા ના પુત્ર શ્રેયાંશ ધોળકિયા ના ઘરે રામનવમીના દિવસે જ પુત્રનો જન્મ થયો હતો. પુત્રીનો જન્મ થતાં જ પરિવારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં દીકરી માટે જ સ્પેશિયલ વેનિટી વેન તૈયાર કરવામાં આવી હતી. જેના પર દીકરીને બચાવવા ના સંદેશાઓ પણ લગાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે પુત્ર અને પુત્રી બંને સમાન છે. તેથી પુત્ર કે પુત્રી માં ભેદભાવ કરવું જોઈએ નહીં. આ રીતે દિકરીનો સન્માન કરીને ધોળકિયા પરિવારે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.