આપણે ત્યાં કોઈ સહેજ અનોખી ચીજ કરે તો આપણે તેને ચમત્કાર નું નામ આપી દેતા હોઈએ છીએ. પછી આ ચમત્કાર જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવે છે. પછી પોતે પણ ચમત્કાર જોયો છે એનો આનંદ માણે છે અથવા તો મનમાં હરખાય છે. જોકે તેની પાછળનું કારણ શું છે અથવા તો તે ચમત્કાર છે કે નહીં? તેની પાછળનું સાયન્સ શું છે? તે જાણવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. બસ લોકો એ કહેવાતા ચમત્કારને ચમત્કાર માની લેતા હોય છે.
થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ ગરમ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળતી જોવા મળી હતી. બધાને લાગ્યું હતું કે આ વ્યક્તિ ગરમ ગરમ તેલમાં હાથ નાખે છે માટે આ ચમત્કાર છે. અથવા તો આ વ્યક્તિ ચમત્કાર કરે છે. કારણ કે ગરમ ગરમ તેલમાં હાથ નાખવું એ કોઇ સામાન્ય બાબત નથી. હરકોઈ આ રીતે ગરમ ગરમ ઉકળતા તેલમાં હાથ નાખી શકતું નથી. તેથી જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે લોકો એ પકોડા તળવા વાળાના ખૂબ વખાણ કરતા હતા. લોકો કહેતા હતા કે આ પકોડા બનાવનાર વ્યક્તિ ચમત્કારી છે.
જોકે સત્ય ક્યારેય છૂપાતો નથી. આ ગરમ ગરમ તેલમાં હાથ નાખી ને તળતા પકોડા વાળાનો પણ પર્દાફાશ થયો છે તે અંગે એક મોટો ખુલાસો થયો છે અને એ પકોડા વાળાએ જાતે જ સ્વીકાર્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માત્ર એક સાયન્સ છે, વિજ્ઞાન છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયો વાયરલ થયા બાદ બીજા આવા જ ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. જ્યાં લોકો ગરમ તેલમાં એક યા બીજું કામ કરતા જોવા મળ્યા હતા. જોકે આ બધા વિડીયો સાચા હતા એ બાબતે કોઇ શંકા નથી. પરંતુ ગરમા ગરમ તેલમાં હાથ નાખવું એ કોઈ ચમત્કાર નથી.
વાયરલ વીડિયોમાં તમે જોયું હતું કે એક વ્યક્તિ ગરમ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળી રહી હતી. ગરમ તેલમાં હાથ નાખવા છતાં તે વ્યક્તિના હાથ દાઝતા નહોતા. તમે એ પણ જોયું હશે કે આ જોવા માટે આસપાસ ભીડ પણ એકઠી થઈ હતી. લોકોને એ જ આશ્ચર્ય લાગતું હતું કે ગરમ તેલમાં કોઈ કઈ રીતે હાથ નાખી શકે? પણ આની પાછળનું સત્ય હવે સામે આવ્યું છે.
જો કોઈ વ્યક્તિ આ રીતે ગરમ તેલમાં હાથ નાખે છે અને તેના હાથ દાઝતા નથી તો તેનું વૈજ્ઞાનિક નામ છે લેડેનફ્રોસ્ટ ઇફેક્ટ. આ પ્રભાવ અનુસાર વ્યક્તિ ગરમ ગરમ તેલમાં હાથ નાખે તો છે પણ તે પહેલા તે પોતાના હાથને ઠંડા પાણીમાં નાખીને પછી જ નાખે છે જેથી તેના દાઝતા નથી.
ગરમ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળનાર અંગે થયો મોટો ખુલાસો, તેણે જ સામેથી કહ્યું કે…
