રામ ચરણ પછી અલ્લુ અર્જુનના લુકમાં બનાવવામાં આવી મૂર્તિ, ‘પુષ્પા’ સ્વેગમાં જોવા મળ્યા ગણપતિ બાપ્પા

31મી ઓગસ્ટ એટલે કે બુધવારે દેશભરમાં ગણેશ ચતુર્થી ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરે છે. ગણેશ ચતુર્થીના તહેવારના આગમનના થોડા દિવસો પહેલા જ ભવ્ય નજારો જોવા મળે છે. વાસ્તવમાં, ભગવાન ગણેશની મૂર્તિઓ બનવાની શરૂઆત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થીના અવસર પર અલગ-અલગ લૂકની મૂર્તિઓ જોવા મળી રહી છે. આ પહેલા સાઉથ સ્ટાર રામ ચરણની ‘RRR’ના લુક પર બનેલી ભગવાન ગણેશની મૂર્તિ ચર્ચામાં હતી. હવે સાઉથ સ્ટાર ‘અલ્લુ અર્જુન’ના ‘પુષ્પા’ અવતારમાં ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવી રહી છે.

અલ્લુ અર્જુનના રૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા



અલ્લુ અર્જુનના એક પ્રશંસકે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ દેખાઈ રહી છે જે અલ્લુ અર્જુનના ‘પુષ્પા’ના લુકમાં જોવા મળી રહી છે. આ મૂર્તિ ‘મેં ઝુકેગા નહીં’ની સ્ટાઈલમાં જોવા મળે છે, જે ફિલ્મના અલ્લુ અર્જુનનો સિગ્નેચર પોઝ છે. પુષ્પાના લુક સાથે ભગવાન ગણેશની મૂર્તિના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


રામ ચરણના રૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા



અલ્લુ અર્જુન પહેલા રામ ચરણના ફેન પેજ દ્વારા આ મૂર્તિ શેર કરવામાં આવી છે. આ મૂર્તિને ફિલ્મ ‘RRR’ના રામ ચરણના લુક જેવી બનાવવામાં આવી છે. ભગવાન ગણેશની મૂર્તિ રામ ચરણની ‘RRR’ના અવતારમાં જોવા મળે છે. ફિલ્મના અંતમાં રામ ચરણનું પાત્ર ભગવાન રામના લુકમાં બતાવવામાં આવ્યું છે.હવે આ લુકને ભગવાન ગણેશનો આકાર આપવામાં આવ્યો છે.


‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે

જણાવી દઈએ કે ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની સિક્વલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુનની ફિલ્મ ઓગસ્ટ 2023માં મોટા પડદા પર આવવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું બજેટ 500 કરોડની નજીક હશે. આ ફિલ્મ 10 ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.