ગુજરાતમાં પણ હવે ગીર નેશનલ પાર્કની જેમ માણવા મળશે ટાઈગર સફારીનો આનંદ…

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય, જેને સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાતમાં તાલાલા ગીર નજીક વન અને વન્યપ્રાણી અભયારણ્ય છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે.

સિંહની જેમ હવે ગુજરાતમાં જ વાઘને જોવાનો પણ મોકો મળશે. ગુજરાત રાજ્યમાં પહેલા ટાઇગર સફારી પાર્કની ડાંગમાં સ્થાપના કરવામાં આવશે. ટાઇગર સફારી માટે વનવિભાગ દ્વારા સાપુતારા પાસેની સમઘણ રેન્જ પસંદ કરાઈ છે. જ્યાં સફારી પાર્ક બનાવવામાં આવશે અને આઠ પ્રાણી સંગ્રહ માંથી વાઘ અને ચાર વાઘના બચ્ચાને રાખવામાં આવશે.વર્ષ 2019 ના બીજા મહિના માં મહીસાગર જિલ્લામાં ભટકતો ભટકતો વાઘ મળી આવ્યો હતો. જે 300 કિલોમીટરનું અંતર કાપીને મધ્યપ્રદેશ માંથી આવ્યો હતો. આ રીતે ગુજરાતમાં વાઘ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગભગ ૧૫ દિવસ બાદ કોઈક કારણસર તે વાઘ મૃત્યુ પામ્યો હતો. લોકોનું કહેવું છે કે તેને પૂરતું ભોજન ન મળ્યું હોવાથી તે મૃત્યુ પામ્યો હતો.

હવે ડાંગના ઝાંખના અને જબરી ગામની કેટલીક જમીન પસંદ કરાઈ છે. જ્યાં ટાઇગર સફારી પાર્ક બનાવવામાં આવશે. ઉપરાંત તેની સંભાળ કઇ રીતે લેવી, લોકોને અવરજવર માટે રસ્તો કઈ રીતે રાખવો વગેરે જેવી વ્યવસ્થા કરવામાં આવશે.મુખ્ય વન રક્ષક મનિશ્વર રાજા છે. તેમને જ આ સફારી પાર્કની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, “અમે હજુ આ પ્લાનની શરુઆતના તબક્કામાંથી જ પસાર થઈ રહ્યા છીએ. અમે અહીં સિંહના સફારી પાર્કની જેમ જ પ્રાણી સંગ્રહાલયમાંથી વાઘને ટાઈગર સફારી પાર્કમાં લાવીશું. પ્રવાસીઓને ફરવા માટે ખુલ્લી જીપનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.”

વન વિભાગ અને પ્રવાસન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તે અનુસાર અહીં વાઘ અને વાઘણની બે જોડી અને તેમના બચ્ચાંને અહીં લાવવાનો પ્લાન વિચારાઈ રહ્યું છે. અન્ય પ્રાણીઓના બદલામાં વાઘને ટાઈગર સફારી પાર્કમાં લાવવામાં આવશે. જો કે હજુ આ પ્લાન પર ઘણું કામ કરવાનું બાકી હોય આપણે ટાઈગર સફારી માણવા માટે થોડા સમય માટે રાહ જોવી પડશે.