વિડીયો- છોકરીએ ખાધી ‘ફાયર પાણીપુરી’ તો થઈ આવી હાલત, લોકોએ કહ્યું- મોં બળી જશે…

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો ખાવા-પીવાના ખૂબ જ શોખીન હોય છે. આ શોખ પૂરો કરવા માટે લોકો ઘણી જગ્યાએ જાય છે અને ત્યાંની પ્રખ્યાત વસ્તુઓ ખાય છે. આટલું જ નહીં, તેની રેસિપી સાથે ક્રિએટિવિટી પણ કરવામાં આવે છે જેથી ખાવાના સ્વાદને નવો ટેસ્ટ આપવામાં આવે, તે પણ ઠીક છે પરંતુ પ્રયોગના નામે કોઈપણ વાનગી સાથે રમવું યોગ્ય નથી.

સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની વાનગીઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી કેટલાક એવા છે જે લોકોને ખૂબ પસંદ આવે છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, “ફાયર પાન” નો વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. હવે આ પછી ‘ફાયર પાણીપુરી’નો વીડિયો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયો જોશો તો તમે પણ વિચારમાં પડી જશો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા પછી ઘણા લોકો કપાળ પકડીને બેસી ગયા.

એક સમય હતો જ્યારે પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તમે જેને ગોલગપ્પા, પાણી બતાસે, પુચકા, પાણીપુરી કહો. એવા ઘણા લોકો છે જેમને મસાલેદાર પાણીપુરી ગમે છે, કેટલાકને મીઠી પણ તમે ક્યારેય ફાયર વાળી પાણીપુરી ખાધા નહીં હોય.ફાયર પાણીપુરીનો આ વીડિયો જોશો તો પાણીપુરી ખાવાનું પસંદ કરનારા પણ ચોંકી જશે. આ દરમિયાન ફાયર પાણીપુરીનો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેના પછી લોકો તેના સ્વાદની કલ્પના કરી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જેઓ વિચારમાં પડી ગયા છે કે દુકાનદારે પાણીપુરીના પાણીમાં આગ કેવી રીતે લગાવી હશે? તેવી જ રીતે લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ફાયર પાણીપુરીની વીડિયો ક્લિપ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તે ભલે થોડી સેકન્ડની હોય પરંતુ આ વીડિયોએ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે રસ્તાની બાજુમાં આવેલી એક દુકાનમાં યુવતીને આગ પાણીપુરી ખવડાવતો જોવા મળે છે.વીડિયોમાં પહેલા દુકાનદાર લાઈટર વડે ગોલગપ્પાને આગ લગાડતો જોવા મળે છે અને પછી આગની જેમ દુકાનદારે પાણીપુરીને સીધી યુવતીના મોઢામાં મૂકી દીધી. તમને જણાવી દઈએ કે આ પાણીપુરીમાં સેવ, બટેટા વગેરે સિવાય કપૂર પણ હોય છે, જેની મદદથી દુકાનદાર તે પાણીપુરીને આગ લગાડે છે.ફાયર પાણીપુરીનો આ વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયોને Instagram યુઝર foodiekru દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે “ઓકે બાય! અમદાવાદમાં ફાયર પાણીપુરી.” આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પર સતત વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ ફાયર પાણીપુરીની વિડિયો ક્લિપ જોયા બાદ કેટલાક લોકો એવા છે જે તેને અજમાવવા માટે બેતાબ છે. તો બીજી તરફ જે લોકો પાણીપુરીના શોખીન છે, તેમનું મન આ વીડિયો જોઈને બગડી ગયું છે. આટલું જ નહીં પરંતુ કેટલાક યૂઝર્સ એવા પણ છે જેમણે આ વીડિયો પર લખ્યું છે કે ભાઈ મોં બળી જશે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.