ધોરણ12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકથી મોત પરિવારના સભ્યોએ મૃતક છોકરા ના આંખો નું કર્યું દાન

ઉનાળાની શરૂઆત થતાં જ હાર્ટ એટેકના ખૂબ જ કિસ્સાઓ સામે આવતા હોય છે તેમજ ધોરણ 12 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટએટેક આવતાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળ પર નવસારી જિલ્લાના કલેકટર તેમજ ડી.ડી.ઓ. તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં આવ્યા હતા અને પરિવારના લોકો માં દુઃખનું વાતાવરણ સર્જાઈ ગયું છે તેમજ પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે આપણે મૃતક છોકરા ના આંખોનું દાન અવશ્ય કરવું જોઈએ.ધોરણ12ની અને 10 ની પરીક્ષાની શરૂઆત 28 માર્ચ ના દિવસે થઈ હતી કોરોના મહામારી બાદ આ પરીક્ષા પ્રથમ વખત લેવામાં આવી રહી હતી તેમજ નવસારી જિલ્લામાં એક વિદ્યાર્થી પરીક્ષા આપવા જતાં પહેલાં જ તેને હાર્ટએટેક આવ્યું હતું અને ત્યાં જ તે સ્વર્ગે સિધાવ્યા છે આ છોકરો ધોરણ 12ના કોમર્સ માં અભ્યાસ કરતો હતો તેમજ આ છોકરા ની તબિયત થોડા સમય પહેલાં બગડી હતી જેથી તેને વધુ સારવાર માટે નવસારી માં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ આ છોકરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ છોકરો નવસારી માં આવેલ વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ કરતો હતો તેમજ પોતાના ધોરણ12ની પરીક્ષા આપવા માટે નજીકના વિસ્તારમાં આવેલી અગ્રવાલ સ્કૂલ માં જવાની તૈયારી કરતો હતો પરંતુ પરીક્ષા આપવા જવાના થોડા જ સમય પહેલા ની તબિયત બગડી હતી અને સારવાર માટે નવસારીમાં આવેલી શ્રદ્ધા હોસ્પિટલ માં તેને લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ આ છોકરાને મૃત ઘોષિત કર્યું હતું તેમજ આ ઘટનાની જાણ કલેકટર અને ડીડીઓની થતાં તે આ છોકરા ના ઘરે આવ્યા હતા અને માતા-પિતાને આશ્વાસન આપ્યું હતું તેમજ પરિવારના લોકોએ આ વિદ્યાર્થીના આંખોનું દાન કરવાનો ખૂબ મોટો નિર્ણય લીધો છે.આવો જ કિસ્સો થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં પણ જોવા મળે છે ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતી એક વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.