દિવાળી પર આમાંથી કોઈ પણ એક ઉપાય કરી લો, માં લક્ષ્મીજીની થશે કૃપા, આર્થિક સમસ્યા થશે દૂર

દિવાળીનો તહેવાર એકદમ ખાસ માનવામાં આવે છે, આ દિવસ ધન પ્રાપ્તિ માટે લોકો પોતાના ઘરમાં માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. આ વર્ષે ૪ નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે આ તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ સમય છે. તમે આ દિવસે વિધિ વિધાન પૂર્વક માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને તમારા જીવનથી ધનની કમી દૂર કરી શકો છો.



જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો દિવાળીના દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો એનાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મળે છે. જો તમે ઈચ્છો છો કે તમને પૈસાની કમી ના રહે તો અમે તમને કેટલાક જ્યોતિષીય ઉપાય જણાવવાના છે, જે કરીને તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો અને એમની કૃપાથી તમારા જીવનમાં ધન વર્ષા થશે.

દિવાળી પર નીચેનામાંથી કરી લો કોઈ પણ એક ઉપાય



જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીજીને કોડીઓ ખૂબ જ પ્રિય છે, કોડીઓને માતા લક્ષ્મીજીની જ પ્રતિક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમને ધનની પ્રાપ્તિ થાય તો દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા દરમિયાન લક્ષ્મીમાંના ચરણોમાં કોડીઓ રાખો.

જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે તો તમે દિવાળીના દિવસે તમારા ઘરની તિજોરીના દરવાજે માતા લક્ષ્મીજીનું એવું ચિત્ર લગાવો જેમાં લક્ષ્મીજી બેઠેલી અવસ્થામાં હોય,અને સાથેજ હાથી સૂંઢ ઉપર ઉઠાવેલ દેખાતા હોય , જો તમે ગજ લક્ષ્મીજીનો ફોટો તમારી તિજોરીના દરવાજા પર લગાવો છો તો એનાથી તમારી તિજોરીમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ થાય છે.



તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજાની સાથે સાથે લક્ષ્મી યંત્રની પણ સ્થાપના કરીને પૂજા કરો, એનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે.

તમે તમારા ઘરના ઘરેણા હંમેશા દક્ષિણ દિશામાં રાખો, વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા કિંમતી વસ્તુઓ રાખવા માટે શુભ માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જોઈએ તો મનુષ્ય એ ધન હંમેશા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ, કારણકે આ દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન જણાવાયું છે.

જો તમે દિવાળીના દિવસે શેરડીના મૂળને લાલ કપડામાં લપેટીને સિંદૂર અને લાલ ચંદન લગાવીને તમારી ધનની તિજોરીમાં રાખશો તો એનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે, એ સિવાય માતા લક્ષ્મીજીની પૂજા દરમિયાન ગોમતી ચક્રને પણ થાળીમાં રાખીને માં ની પૂજા કરો, એનાથી તમારા ધનમાં વધારો થાય છે.

દિવાળીનો તહેવાર માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. એટલે તમે દિવાળી પર કેટલાક સરળ ઉપાય કરીને તમારા જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકો છો. ઉપર કેટલાક શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ ઉપાયો વિષે માહિતી આપવામાં આવી છે. જો તમે આ ઉપાયો દિવાળીના પર્વ પર કરો છો તો એનાથી માં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા જીવનમાં હંમેશા રહેશે અને તમને આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે, તમે આ ઉપાયો કરીને જલ્દી જ ધનની કમીથી રાહત મેળવી શકો છો.