માતાના પરચા : સંતાનપ્રાપ્તિ હોય કે પૈસાની તંગી આ મંદિરની ચમત્કારિક ધ્વજા માત્રના દર્શનથી તકલીફો થઇ જશે દૂર

હિન્દુ ધર્મ પ્રાચીન અને વિશાળ છે. આપણા હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથ, પુરાણ, ઉપનિષદો વગેરે લખવામાં આવ્યા છે અને આપણે ધાર્મિક રીતે ખુબ સદ્ધર અને સુખી લોકો છીએ. આજના જમાનામાં લોકો કહેતા હોય છે કે તેઓ ભગવાનમાં માનતા નથી અથવા કોઇ શક્તિ આ દુનિયાને કંટ્રોલ કરે છે તેમાં તે માનતા નથી પરંતુ ધાંગધ્રામાં આવેલા આ મંદિર વિશે જાણીને તમે પણ શૉક્ડ રહી જશો.

ધાર્મિક રીતે અમીર હિન્દુઓ

હિન્દુ ધર્મમાં લોકો ભગવાન માતાજીની પૂજા અર્ચના કરે છે અને વ્રત ઉપવાસ રાખી ઇશ્વરને પ્રસન્ન કરવા મથે છે. દિવાળી, નવરાત્રિ, દુર્ગાપૂજા જેવા ધાર્મિક તહેવારો વર્ષોથી આપણે ઉજવતાં આવ્યા છીએ. કહેવાય છે કે પૂજા અર્ચના કરવાથી અને વ્રત ઉપવાસ કરવાથી જીવનમાં આવતી દરેક તકલીફો દૂર થઇ જાય છે.

મંદિર જવાની પ્રથા

આપણી વચ્ચે મંદિર જવાની પણ પ્રથા પૌરાણિક છે, કોઇ પણ સારું કામ કરીએ કે નવી વસ્તુ લાવીએ ત્યારે આપણે મંદિરના દર્શને જરૂર જઇએ છીએ. જ્યારે આપણને લાગે કે આ કામ નહી થાય અથવા અહીં ભરાઇ ગયા છીએ ત્યારે મંદિર જઇએ છીએ અને માતા કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન અમારા જીવનમાંથી આ દુઃખો તું હરી લે. તેવું જ એક મંદિર ધાંગધ્રામાં આવેલું છે જેની ધ્વજા માત્રના દર્શનથી તમારા દુઃખો દુર થઇ જાય છે.

ધાંગધ્રામાં આવેલું છે આ અનોખુ મંદિર

ધાંગધ્રાના કોંદ ગામે મા શક્તિનું ચમત્કારિક મંદિર આવેલું છે. અહીં હજારો વર્ષોથી મા હાજરાહજૂર છે તેવું માનવામાં આવે છે. ભક્તોના દુઃખ દૂર કરતી દયાળી મા પરચા પૂરે છે. આ પૌરાણિક મંદિર પાછળ ઘણી દંતકથા પ્રવર્તે છે પરંતુ એક વાત ખાસ છે કે તેની ધ્વજાના દર્શન માત્રથી જ તમારા દુઃખો દુર થઇ જાય છે.

મા શક્તિના અપરંપાર પરચા

ભક્તો પોતાના દુઃખ લઇને માતાના ચરણોમાં પોતાનું નાક રગડે છે, આજીજી કરે છે અને પ્રાર્થના કરે છે કે હે મા અમને આ દુઃખમાંથી છૂટકારો અપાવ. માતા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીંના લોકલ લોકોનું કહેવું છે કે માતાના દર્શનથી તો લાભ થાય જ છે પરંતુ મંદિર ઉપર ફરકતા નેજાના પણ જો તમે દર્શન કરી લો છો તો પણ તમારી મનોકામના પૂર્ણ થાય છે.