લોકો પોતાની રજા માણવા પાર્ક, થિયેટર, કેફે કે પછી કોઈ સારી હોટલમાં ડીનર માટે જાય છે. જો તમે તમારી મનગમતી હોટલમાં ખાવા ગયા હોવ અને તમને પીરસવામાં આવેલી ડીશમાં મરેલો ઉંદર મળી જાય તો તમે ખાવાનું પડતું મૂકશો. આટલું જ નહીં, જે બાદ તમે ક્યારેય એ હોટલમાં ખાવા પણ નહીં જાવ. આવો જ એક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. જેમાં એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા બે ગ્રાહકોને તેમના સૂપમાં મરેલો ઉંદર મળી આવ્યો. આ ઘટના બાદ રેસ્ટોરન્ટ પર કેસ ઠોકી દીધો, હાલ તેને બંધ કરી દેવામાં આવી છે.
આ ઘટના અમેરિકાના મેનહટ્ટનની છે. જ્યાં કોરેટાઉન ગેમીઓક રેસ્ટોરન્ટમાં બે ગ્રાહકોએ તેમના સૂપમાં મરેલો ઉંદર મળવાનો દાવો કર્યો છે. આ મામલે રેસ્ટોરન્ટ પર કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર આ મામલે ગ્રાહકે વીડિયો શેર કરીને લખ્યું છે કે, ગેમીઓક રેસ્ટોરન્ટમાં તેમના ઓર્ડર કરવામાં આવેલા ફૂડમાં એક વિચિત્ર વસ્તુ મળી આવી. અમે આ એટલા માટે કરી રહ્યાં છીએ, જેથી લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાય અને જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ શકે.
પોસ્ટ કરવામાં આવેલા ફોટા અને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સૂપની અંદર એક મરેલો ઉંદર પડ્યો છે. વીડિયો જોઈને જ ચિતરી ચડે છે. આ વીડિયો જોયા બાદ સ્વાભાવિક છે કે, તે ગ્રાહકોએ આજથી સૂપ પીવાનું છોડી દીધુ હશે.
રેસ્ટોરન્ટે પણ પોતાની તરફથી વીડિયો જારી કર્યો
વીડિયો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટમાં ખાનારા લોકો ખૂબ જ સતર્ક થઈ ગયા છે. જ્યારે રેસ્ટોન્ટે એક વીડિયો શેર કર્યો છે. જેમાં રેસ્ટોરન્ટના શેફ સાફ-સફાઈનું ધ્યાન રાખીને કામ કરી રહ્યાં છે. વીડિયોમાં તેમને પોતાને ત્યાંની સાફ-સફાઈની વ્યવસ્થા દર્શાવી છે.
આટલું જ નહીં, રેસ્ટોરન્ટના મેનેજરે કહ્યું કે, આ ગ્રાહકોએ પોતાનું ફૂડ ઉબેર ઈટ્સ થકી મંગાવ્યું હતુ અને જ્યારે તેમના ફૂડમાં ઉંદર મળ્યો, તો તેને લઈને રેસ્ટોરન્ટમાં આવ્ય, પરંતુ અમને તેમના ફૂડમાં આવું કશું જ ના મળ્યું.