સુરતમાં બની વધુ એક ચોંકાવનારી ઘટના, પુત્રવધૂએ જ ભાઈ સાથે મળીને કરી સાસુની હત્યા…

ગ્રીષ્માં મર્ડર કેસ બાદ સુરતમાં ફરી એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક પુત્રવધૂએ જ પોતાના ભાઈ સાથે મળીને પોતાની સાસુની હત્યા કરી છે. મળતી માહિતી અનુસાર સુરતની પરીમલ સોસાયટીમના ઘર નંબર 59માં રહેતા દિપક સરવૈયા કે જેઓ હીરા ઘસવાનું કામ કરે છે તેમની ઓળખ સોશિયલ મીડિયા મારફતે ચાર વર્ષ પહેલા અસમની રહેવાસી દીપીકા માંડલ સાથે થઈ હતી.

બંને સોશિયલ મીડિયા મારફતે મળ્યા અને પછી મિત્રો બન્યા મિત્રતા બાદ બંને ખૂબ વાતો કરવા લાગ્યા. સમય જતાં બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને વાત ત્યાં સુધી પહોંચી કે એક દિવસ બંનેએ લગ્ન પણ કરી લીધા. દીપિકા પણ પોતાનું ઘર છોડીને સુરત રહેવા ચાલી આવી હતી. તેમના લગ્નને ચાર વર્ષ થયાં છે તેમને સંતાનમાં એક દિકરો પણ છે. લગ્ન બાદ દીપિકા અને દીપક બંને ખુશીથી રહેવા લાગ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા અને તેના ભાઈએ જ દીપિકાની સાસુની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી જ અસમ જવા માટે ભાગી નીકળ્યા હતા. જોકે પાછળથી દિપક જઈ અને તેમને બંનેને ભાઈ બહેનને પકડી પાડયા હતા અને પોલીસને હવાલે કર્યા હતા.

ઘટના કંઈક એવી બની હતી કે દીપક અને દીપિકા બંને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા બંધાઈ અને ધીમે ધીમે તે મિત્રતા પ્રેમમાં પરિણમી. તેઓ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા તેથી લગ્ન કરવાનું નક્કી કરી અને તેમણે પ્રેમ લગ્ન કરી લીધા હતા. દીપિકા પણ અસમ છોડી અને અહીં સુરત આવી ગઈ હતી અને દીપક સાથે રહેવા લાગી હતી. તેમના લગ્નને ચાર વર્ષ થયાં છે અને સંતાનમાં તેમને એક દિકરો પણ છે તેઓ સુખી પરિવારની જેમ રહેતા હતા.

પરંતુ દીપિકાનો ભાઈ પણ અહીં આવીને રહેવા લાગ્યો હતો. તેમણે દીપિકા અને તેના ભાઈએ અસમ જવાની જીદ પકડી હતી જોકે દીપકે અસમ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ દીપિકા અને તેનો ભાઈ ગુસ્સે થઈ ગયા હતા પણ કંઇ કરી શક્યા નહોતા. તેથી રાત્રે બધા સુઈ ગયા હતા ત્યારબાદ બંને ભાઈ-બહેને ભાગવાની કોશિશ કરી હતી બંને બહેન ભાઈ ઘર છોડીને ભાગી રહ્યા હતા ત્યારે જ દીપિકાની સાસુ જાગી ગયા હતા અને રાડો પાડવા લાગ્યા હતા. જોકે આ જોઈને દીપિકા અને તેનો ભાઈ ગભરાઇ ગયા હતા અને તેમણે દીપિકાની સાસુ ને પકડીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

દીપક ના મોટા ભાઈને આ ઘટનાની જાણ થતાં જ તેણે દિપક ને ફોન કરી અને માહિતી આપી હતી. તરત જ દિપક રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં દીપિકા અને તેના ભાઈ ને પકડી પાડયા હતા અને પોલીસના હવાલે કર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.