તીક્ષ્ણ કે અણીદાર વસ્તુઓથી કરતા હો કાન સાફ તો થઇ જજો સાવધાન, થઈ શકે છે ભારે નુકસાન…

આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાના સંવેદનશીલ અંગો પ્રત્યે બેજવાબદાર જેવું વર્તન કરે છે. જેમ કે કાન સાફ કરવા માટે લોકો કંઇપણ હાથમાં આવે તેનો ઉપયોગ કરી લેતા હોય છે. કાન કે આંખની સંવેદનશીલતા બાબતે તેઓ હંમેશા બેજવાબદાર પણું દાખવે છે. જો કે તમે પણ આવું કરતા હોય તો થઇ જજો સાવધાન. કારણ કે આવું કરવાથી થઇ શકે છે મોટું નુકસાન. આ લેખ દ્વારા આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કઇ વસ્તુથી કાન સાફ કરવા જોઈએ અને કઈ વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ.

જાણો ઇયર વેક્સના ફાયદા વિશે

કાન સાફ કરવા માટે સૌથી સારામાં સારુ કોઈ સાધન હોય તો તે છે કોટન બડ્સ. વેક્સ તે એન્ટી બેક્ટેરિયલ ગુણો ધરાવે છે. ઉપરાંત સુરક્ષિત રીતે કાન સાફ રાખવામાં પણ મદદરૂપ છે. તે કાનમાં ગંદકી કે મેલ ને જતા અટકાવે છે ઉપરાંત આપણે સ્નાન કરતા હોઈએ ત્યારે પણ આપણા કાનમાં પાણી જતું હોય છે તેને પણ રોકવામાં મદદ કરે છે

તીક્ષ્ણ વસ્તુથી કાન સાફ કરવામાં થઈ શકે છે નુકસાન

કાન સાફ કરવા માટે મોટાભાગના લોકો તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મેલ બહાર આવવાને બદલે અંદર જતું રહે છે. ઉપરાંત કાનનો પડદો ફાટી જવાની પણ શક્યતા રહે છે. ક્યારેક લોકો આવું કરી ને સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી દેતા હોય છે. તેથી કાન સાફ કરતી વખતે ક્યારેય તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

કઈ રીતે સાફ કરવા કાન

મોટે ભાગે આપણને એવું લાગે કે કાનમાં વધારે પડતો મેલ જમા થયો છે તો જ તેને કાઢવું જોઈએ. ઉપરાંત કાન સાફ કરવા માટે આપણે યોગ્ય તબીબની સલાહ લેવી જોઈએ ત્યારબાદ જ કાન સાફ કરવા જોઈએ.

જોકે ઘણા લોકો ગમે ત્યારે કાન સાફ કરવા બેસી જતા હોય છે. આ આદત નુકસાનકારક છે. કારણ કે કાનનો મેલ કોઈ પણ રીતે આપણને નુકસાન પહોંચાડતો નથી. ઊલટાનો એ ફાયદો જ કરે છે. તેથી જ્યારે પણ એવું લાગે કે કાનમાં વધારે પડતો મેલ કે કચરો જમા થયો છે તો યોગ્ય તબીબી સલાહ બાદ જ કાન સાફ કરવા જોઈએ.