પૌષ્ટિક ગુણોથી ભરપૂર જીયા ના બીજ નો ઉપયોગ શરીરની સાથે-સાથે મન માટે પણ ફાયદાકારક હોય છે. ચિયાના બીજમાં કેલેરી બહુ ઓછી હોય છે અને ફાઈબર વધારે પ્રમાણમાં મળી આવે છે. આ જ કારણ છે કે ચિયાના બીજને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જે વજન ઘટાડવાથી લઈને હાડકા મજબુત કરવા સુધી ચિયાના બીજ ના ઘણા ફાયદા છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ચિયાના બીજનું સેવન કરવાથી થતા ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો આગળ વાંચો…
સ્વાસ્થ્ય માટે ચિયાના બીજ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ચિયાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચિયાના બીજમાં ફાઈટોકેમિકલ્સ ની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ અને પોલિફેનોલ્સ પણ મળી આવે છે. જે પાચન શક્તિ વધારીને તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે. તો ચાલો આપણે જાણીએ ચિયાના બીજનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે.
ચિયાના બીજમાં હાજર ફાઇબર હૃદય રોગ સંબંધી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આ સાથે તેમાં મળી આવતા એન્ટી-ઓક્સિડન્ટ ગુણને કારણ કે તમે હદય રોગના ભયથી હંમેશા માટે દૂર રહી શકો છો.

ચિયાના બીજમાં મળી આવતા ફાઇબર, પ્રોટીન અને ફેટી એસિડ્સ તમારા રક્ત ચાપને સ્થિર બનાવી રાખે છે. આ સાથે તેનાથી ઇન્સ્યુલિનનું લેવલ વધે છે અને શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ થાય છે. જેનાથી તમને ડાયાબીટીસ ને કન્ટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. ચિયાના બીજમાં હાજર કેલ્શિયમ દાંત અને હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે તેમાં મળી આવતા પોષક તત્વો જેમ કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મિનરલ્સ હાડકાને મજબૂત બનાવે છે. જો તમે સાંધાના દુખાવા, હાથ પગ ના દુખાવા વગેરેનો સામનો કરી રહ્યા હોવ તો પણ તમે ચીયાના બીજનો ઉપયોગ કરી શકો છો.