આ પક્ષી હંમેશા રહે છે તરસ્યું, તેમ છતાં નથી પીતું ઝરણાં, નદી કે તળાવનું પાણી, જાણો આ પક્ષી વિશેની અજાણી વાતો…

આપણી ધરતી પર હાજર એવા જીવો, જેઓ પોતાની પાંખોના સહારે આકાશમાં પ્રવાસ કરે છે, તેને પક્ષી કહેવામાં આવે છે. આપણી પૃથ્વી પર પક્ષીઓની લગભગ 10,000 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી 1200 જેટલી પ્રજાતિઓ આપણા દેશ ભારતમાં જોવા મળે છે. પક્ષીઓ અનેક રંગોમાં જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ દરેક પક્ષી કદ અને વજનમાં અલગ-અલગ હોય છે. જીવવિજ્ઞાનમાં, પક્ષીઓને પ્રાણીઓની “એવિસ શ્રેણી” માં મૂકવામાં આવે છે. આપણી ધરતી પર હાજર પક્ષીઓમાંથી કેટલાક શાકાહારી છે અને કેટલાક માંસાહારી છે. સૌથી અગત્યનું, કેટલાક પક્ષીઓ સર્વભક્ષી પણ છે. પક્ષી તેની પાંખોની મદદથી કેટલાક કિલોમીટર સુધી ઉડી શકે છે.અમે જે પક્ષી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે તેની આ ખાસિયતને કારણે પ્રખ્યાત છે. કારણ કે તે તરસ્યું રહે છે પણ નદી તળાવ કે એ સમુદ્રનું પાણી પીતું નથી. તેને તરસ લાગી હોવા છતાં તે પાણી પીતું નથી. તમે તેની સામે પાણી રાખશો તો પણ તે પાણી પીશે નહીં. અમે જે ખાસ પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છે તેનું નામ છે ચાતક. આ પક્ષી તેની પાણી ન પીવાની વિશેષતાને તો કારણે પ્રખ્યાત છે પરંતુ સાથે સાથે બીજી એક બાબત માટે પણ પ્રખ્યાત છે.

તમને જણાવી દઈએ કે ચાતક પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીએ છે. તે પૃથ્વી પર રહેલા પાણીમાં ચાંચ પણ બોળતું નથી. તે માત્ર વરસાદ વરસે ત્યારે જ પાણી પીએ છે. એવું કહેવાય છે કે ચાતક હંમેશા આકાશ તરફ જ જોતો હોય છે. તે આકાશ તરફ જ મીટ માંડીને બેઠું રહે છે જેથી વરસતા વરસાદને ચાંચ વડે ઝીલી શકાય.ચાતક તરસે તડપતો હોવા છતાં ઝરણા નદી કે તળાવનું પાણી પીતું નથી તે માત્ર વરસતા વરસાદનું જ પાણી પીવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ સત્ય છે. ચાતક એક માત્ર એવું પક્ષી છે જે પૃથ્વી પરના પાણીમાં ચાંચ પણ બોળતું નથી.