કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત, બે પિતરાઈ બહેનો હતી, જેમા એકનો તો આજે જન્મદિવસ હતો

કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોનાં મોત નિપજ્યા છે. જે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે તેમાં ત્રણ યુવતીઓ ભાવનગરની સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાયો છે. ત્રણ મૃતકમાં બે પિતરાઈ બહેનો કેદારનાથમાં જે દુર્ઘટના બની… Continue reading કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત, બે પિતરાઈ બહેનો હતી, જેમા એકનો તો આજે જન્મદિવસ હતો

ગોંડલમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધનું મોત, ઢોરે શિંગડાં ભરાવીને હવામાં ઉછળ્યા, જુઓ વીડિયો

ગુજરાતમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં ઢોરના ત્રાસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હવે ગોંડલ શહેરમાં રખડતા ઢોરને કારણે એક વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગોંડલમાં આખલાએ વૃદ્ધને અડફેટે લઈને હવામાં ઉછાળ્યા હતા. આ ઘટના ગોંડલના દરબાર ગઢ ખાતે… Continue reading ગોંડલમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધનું મોત, ઢોરે શિંગડાં ભરાવીને હવામાં ઉછળ્યા, જુઓ વીડિયો

અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં, કાળજું કંપાવતી તસવીરો આવી સામે

કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો. રસ્તામાં થોડીવાર માટે થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક એક ઈનોવા કાર પૂરપાટ સ્પીડે આવી અને એક ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ, ત્યાર બાદ થાક ખાવા બેઠેલા પદયાત્રીઓને એક પછી એક કચડ્યા. આ ભયંકર દુર્ઘટનામાં… Continue reading અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં, કાળજું કંપાવતી તસવીરો આવી સામે

અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, ગુજરાતમાં બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના

ગુજરાતમાં બે દિવસ સુધી વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે પણ ડીસા અને પાલનપુરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.… Continue reading અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી, ગુજરાતમાં બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના

રાજકોટના લોકમેળામાં ફરી બની દુર્ઘટના, મોતના કૂવામાં કાર નીચે ખાબકી, જુવો હચમચાવી નાખે તેવો વિડીઓ

બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં સર્વત્ર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વખતે લોકમેળામાં પણ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળામાં કરૂણાંતિકાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. જેમાં એક કાર મોતના કુવામાં (મૌત કા કુવા) નીચે… Continue reading રાજકોટના લોકમેળામાં ફરી બની દુર્ઘટના, મોતના કૂવામાં કાર નીચે ખાબકી, જુવો હચમચાવી નાખે તેવો વિડીઓ

હચમચાવી દેતો બનાવ:વડોદરા જિલ્લાના પાદરા પાસે નદીમાં યુવાનનો પગ લપસતા ખેંચી ગયો મગર… મૃતદેહ લઇ ને 2 કલાક સુધી તરતો રહ્યો મગર … જુઓ વિડિઓ

પાદરા તાલુકાના સોખડરાઢુ ગામ પાસેથી પસાર થતી ધાધર નદીમાં એક યુવકનો પગ લપસતા નદીમાં ફસાઈ ગયો હતો. નદીમાં ફરતી વખતે એક મગર આ યુવકને પાણીમાં ખેંચી ગયો. ફાયર બ્રિગેડની ટીમે પણ સ્થાનિક લોકો સાથે મળીને સોખદરાઘુ ગામના 30 વર્ષીય ઈમરાન દીવાનને બચાવવા કામ કર્યું હતું. આ ઘટના બાદ ગામલોકોનું ટોળું નદી કિનારે ભોજન કરી રહ્યું… Continue reading હચમચાવી દેતો બનાવ:વડોદરા જિલ્લાના પાદરા પાસે નદીમાં યુવાનનો પગ લપસતા ખેંચી ગયો મગર… મૃતદેહ લઇ ને 2 કલાક સુધી તરતો રહ્યો મગર … જુઓ વિડિઓ

25 વર્ષના યુવાનનું અકસ્માતમાં મોત થતા બ્રેઇનડેડ જાહેર કરાયો હતો, ઇતિહાસમાં પ્રથમ વાર નાના આંતરડાનું દાન

શરીરનું સૌથી લાંબુ અંગ એટલે કે નાનું આંતરડું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાના દાનનો આ પ્રથમ કિસ્સો છે. જેનું મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં દાતાના નાના આંતરડાના પ્રત્યારોપણના માત્ર 14 કેસ નોંધાયા છે. ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષીય રાજુભાઈ બજાણીયાને માર્ગ… Continue reading 25 વર્ષના યુવાનનું અકસ્માતમાં મોત થતા બ્રેઇનડેડ જાહેર કરાયો હતો, ઇતિહાસમાં પ્રથમ વાર નાના આંતરડાનું દાન

જુનાગઢના એક પરિવાર સાથે ખૂબજ દુઃખદ ઘટના બની, છતાં બેન્ડબાજા સાથે મૃત પુત્રવધુ-દીકરીને વિદાય આપી

જ્યારે કુદરત ગુસ્સે થાય છે ત્યારે કઢણ હૃદયવાળા વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય છે… જૂનાગઢના સોલંકી પરિવાર સાથે આવી જ એક કરુણ ઘટના બની હતી. મૃત પુત્રવધૂના મૃતદેહમાંથી પુત્રીનો જન્મ થયો હોવા છતાં સોલંકી પરિવારે દુઃખ ભૂલીને અન્ય સમાજને નવી આશા આપી છે. બન્યું એવું કે જૂનાગઢ નિવાસી મયુર સોલંકીના પુત્ર શ્રીનાથ સોલંકીની પત્ની… Continue reading જુનાગઢના એક પરિવાર સાથે ખૂબજ દુઃખદ ઘટના બની, છતાં બેન્ડબાજા સાથે મૃત પુત્રવધુ-દીકરીને વિદાય આપી

પાવાગઢ અને ગિરનાર બાદ હવે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે

રાજ્યના વધુ એક પર્યટન સ્થળ ચોટીલાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કેસમાં ચાલી રહેલા કોર્ટ કેસના નિકાલ બાદ સરકારે કામ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ચામુંડા માતાજીના નિવાસ સ્થાન છોટેલા ખાતે ખાનગી કંપની દ્વારા રોપ-વેની સુવિધા બનાવવામાં આવશે. ચોટીલામાં રોપ-વેને સુવિધા માટે ઘણા સમયથી કવાયત ચાલી રહી હતી. એપ્રિલ 2021માં તત્કાલિન મુખ્યમંત્રી… Continue reading પાવાગઢ અને ગિરનાર બાદ હવે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે

ગર્ભવતી પુત્રવધૂ અને નવજાત બાળકની અર્થી એક સાથે ઉઠી, પરિવારે બેસણામાં એવું કામ કર્યું કે દુનિયા જોતી રહી ગઈ

સ્વજનનું મોત આઘાતજનક હોય છે. મૃત્યુ પ્રસંગ કોઈ પણ પરિવાર અને તેની સાથે સાથે સગા અને સંબંધીઓને પણ દુઃખ આપે છે. આ દરમિયાન જૂનાગઢ શહેરમાં એક બનાવની ચર્ચા ચાલી છે. અહીં એક પરિવારે મૃત્યુના પ્રસંગને મહોત્સવ બનાવ્યો છે. પરિવારમાં પુત્રવધૂના નિધન બાદ પરિવારે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. એટલું જ નહીં, બેસણા વખતે રક્તદાન કેમ્પનું… Continue reading ગર્ભવતી પુત્રવધૂ અને નવજાત બાળકની અર્થી એક સાથે ઉઠી, પરિવારે બેસણામાં એવું કામ કર્યું કે દુનિયા જોતી રહી ગઈ