ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 નવા કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં કોરોનાના કેસમાં દૈનિક 50 ટકાનો વધારો થયો છે. બુધવારે કોરોનાના 15 કેસ નોંધાયા હતા. 18 ઓગસ્ટ પછી ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. બીજી બાજું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે. જાહેર ક્ષેત્રના વિવિધ સ્થળો પર વેક્સિન ના લીધી હોય તેવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે કરાયો છે આ નિર્ણય: આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મનપા ના તમામ પરિસર માં મુલાકતિઓ પાસે વેકસીન સર્ટી તપાસવામાં આવશે.
એ.એમ. ટી.સી., બી. આર. ટી સી., કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટર , સહિત તમામ જગ્યાએમાં વેકસીન સર્ટી તપાસવામાં આવશે. વેકસીન નહિ લેનાર ને મનપા પરિસર માં તારીખ 20 સપ્ટેમ્બરથી પ્રવેશ પર પ્રતિબંધ લાગશે.
વેક્સિનેશન મામલે તંત્રે સખ્ત નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. જ્યારે 16.44 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે.. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૨ જ્યારે અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
સતત 12માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8,25,677 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,082 છે. રસીકરણ એ અત્યારે તો કોરોના સામે લડવાનો સૌથી કારગર ઉપાય છે. માટે આખી દુનિયા રસીકરણને વિશેષ મહત્વ આપી રહી છે.
રસીના ડોઝનું ઉત્પાદન વધેએ માટે ફાર્મા કંપનીઓ સતત પ્રયત્ન કરી રહી છે. તો વળી વધારે રસીઓ મળી રહે તે માટે પણ કંપનીઓ સંશોધન કરી રહી છે. તો આ તરફ દુનિયાના ઘણા દેશોએ પ્રવાસીઓ માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત બનાવ્યા છે.
જેમાંથી પ્રેરણા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો હોવાની શક્યતા બતાવાઈ રહી છે. પરંતુ જાહેર આરોગ્ય માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે. કોરોના પૂર્વેની સ્થિતિ સુધી પહોંચવું હોય તો વધુમાં વધુ રસીકરણ અને રસી લીધી ન હોય એ લોકોને પ્રોત્સાહન મળે એવા પગલાં લેવા જોઈએ. આ એવો જ એક ઉપાય છે.
જો રસી નહીં લીધી હોય તો આ સ્થળોએ નહીં મળે પ્રવેશ, જાણો કયા કયા છે તે સ્થળો…
