પીઠ અને કમરનો દુખાવો પળભરમાં થઈ જશે ગાયબ, બસ કરવું પડશે આટલું કામ…

સ્ત્રીઓ મોટાભાગે ઘર અને બહારના અનેક કામો કરતી હોય છે. ઉપરથી સામાન હટાવવા માટે ક્યારેક આખા શરીરને ઉપર ખેંચી લેવું, તો ક્યારેક નીચે વળીને ઝાડું કાઢવું કે કચરા પોતા કરવા. કેટલીકવાર ઓફિસના કામના કારણે બેસી રહેવાથી પણ કમર પર તાણ આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત કમર પર ફટકો પડવાથી અથવા સ્નાયુઓ ખેંચાઈ જવાથી કે ચેતાઓ ખેંચાઈ જવાથી તેમને કમરનો દુખાવો સહન કરવો પડે છે. આ કારણે તેમને કામ કરવામાં તો તકલીફ પડે છે, પરંતુ તેમના માટે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. નીચે આપેલા ઘરગથ્થુ ઉપાયો છે જે તમને પીઠ અને કમરના દુખાવામાં ઝડપથી રાહત આપી શકે છે.

1. મહુવાનું તેલ

કમર કે પીઠ દર્દ માટે મહુવાનું તેલ રામબાણ ઈલાજ ગણાય છે. મહુવાના તેલમાં એન્ટીઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે પીઠ કે કમરના દર્દમાં રાહત આપે છે. મહુવાના તેલની માલિશ કરવાથી માંસપેશીઓમાં ગરમી ઉત્પન્ન થાય છે જે દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ પીઠ કે કમરના દર્દથી પરેશાન છો તો રાત્રે ગરમ પાણીમાં મહુવાનું તેલ નાખી અને માલિશ કરી શકો છો.

2. હર્બલ બામ

જો તમે કમર કે પીઠના દુખાવાથી પરેશાન છો અને તત્કાળ આ સમસ્યા દૂર કરવા માંગતા હોવ તો તમારા માટે રામબાણ રૂપ ઈલાજ છે હર્બલ બામ. હર્બલ બામ તત્કાળ ગરમી ઉત્પન્ન કરે છે અને દુખાવામાં રાહત આપે છે. હર્બલ બામ બનાવવા માટે એક વાટકી પીપરમેન્ટનું તેલ લો ત્યારબાદ તેમાં અજમો નાખો. ત્યારબાદ તે બંનેને ગરમ કરવા મૂકી દો. ગરમ થાય ત્યારે તેમાં કપૂર નાખો અને ફરીવાર ગરમ થવા દો. એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારે ઉતારી લો અને જ્યારે જ્યારે પીઠ કે કમરમાં દુખાવો થાય ત્યારે હર્બલ બામનો ઉપયોગ કરો.

3. હળદર અને ચૂનાનો લેપ

હળદર અને ચૂનાનો લેપ લગાવવાથી પણ પીઠ અને કમરના દર્દમાં રાહત રહે છે. ચુનામાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે જે હાડકા માટે ફાયદાકારક છે તો હળદરમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે દુખાવા માટે મદદરૂપ છે. હળદર અને ચૂનો મિક્સ કરો અને લેપ તૈયાર કરો. ત્યારબાદ તમે તેને પીઠ કે કમરના દુખાવા પર લગાવી શકો છો.