પાકિસ્તાનના ભૂતપૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે. આ સમાચાર સામે આવતા જ પાકિસ્તાન ક્રિકેટમાં નિરાશા છવાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે લાહોરના લાંડા બજારમાં જૂતા અને કપડાની દુકાન ચલાવી રહ્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે અસદ રઉફના આકસ્મિક નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે આઈપીએલની ડિસિપ્લિનરી એક્શન ટીમને જાણવા મળ્યું હતું કે અસદ રઉફે બુકી પાસેથી મોંઘી ગિફ્ટ લીધી હતી અને આઈપીએલમાં ફિક્સિંગમાં સામેલ હતો. જો કે તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
Sad to know about the news of former ICC umpire Asad Rauf’s demise…May Allah grant him magfirat and give his family sabr Ameen 🤲🏻🤲🏻 pic.twitter.com/VyplFGX6gT
— Kamran Akmal (@KamiAkmal23) September 14, 2022
પાકિસ્તાનના ભૂતપૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફ, જેમણે 2000 અને 2013 વચ્ચે 231 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર કર્યું હતું, તે પણ એક સારા અમ્પાયર હતા.
Former International Umpire Asad Rauf has passed away. He officiated in 48 Tests, 98 ODIs and 23 T20 matches as an international umpire. He made headlines in IPL too. May his soul rests in peace. pic.twitter.com/rzS9JJwOtX
— Basit Subhani (@BasitSubhani) September 14, 2022
1998માં, રઉફે અમ્પાયરિંગમાં ડેબ્યુ કર્યું. અમ્પાયરિંગ પહેલાં, રઉફે પાકિસ્તાનમાં સ્થાનિક ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી બનાવી હતી. 1980ના દાયકામાં તેઓ જમણા હાથના બેટ્સમેન તરીકે મોટા બેટ્સમેન તરીકે જાણીતા બન્યા હતા. તેની 71 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે 3423 રન બનાવ્યા અને 40 લિસ્ટ-એ મેચોમાં 611 રન બનાવવામાં સફળ રહ્યો.