કિવીને ડાયેટમાં સામેલ કરવા અંગે લોકોને ખૂબ જ મૂંઝવણ રહેતી હોય છે. કારણ કે કિવીની ગણતરી કોઈ સુપર ફુડમાં કરવામાં આવતી નથી. પરંતુ કિવીમાં ભરપુર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જે સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. કિવી ભલે બહુ લોકપ્રિય ફળ ન હોય પરંતુ તે શરીર માટે ખૂબ લાભકારક છે. ભૂરા રંગની છાલવાળું, અંદરથી નરમ અને લીલા રંગનું આ ફળ સ્વાદમાં થોડું ગળ્યુ અને ખટાસ યુક્ત હોય છે.
1. લોહી ગંઠાઈ જવાની સમસ્યા કરે છે દૂર
કિવી ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં અસરકારક સાબિત થાય છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઈ પણ હાનીકારક અસર કર્યા વિના કિવી મદદરૂપ થાય છે. મોટાભાગે કોઈપણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગને રોકવા અથવા તેમાં ઘટાડો કરવા માટે એસપ્રીનનો ઉપયોગ કરવામાં આવે છે. જે લાંબા ગાળે એસિડીટી અને અલ્સર જેવી બિમારીઓનું કારણ બને છે. કિવી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં સહાયરૂપ થાય છે. આ સાથે જ આ હ્રદયને પણ તંદુરસ્ત રાખે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવી ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં હાનીકારક કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો થાય છે.
2. પાચન શક્તિ વધારે છે
કિવિમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. ફાઇબર સિવાય કિવિમાં પ્રોટીનને અસરકારક રીતે પચાવી શકે તેવા એક્ટિનીડિન એન્ઝાઇમ હોય છે. ભારે ભોજન પછી કિવિ ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, તે માંસ અને માછલીમાંથી મળતા પ્રોટીનને પચાવવામાં મદદરૂપ થાય છે. આ અપાચ્ય પ્રોટીન્સ પેટ ફૂલવા જેવી સમસ્યાઓ સર્જી શકે છે. કિવિમાં થોડી રેચક અસર પણ હોય છે, જે સુસ્ત પાચનતંત્રને મદદ કરી શકે છે. કિવી નબળા પાચનતંત્રને સુધારવામાં સહાય કરે છે.
3. આંખોની દ્રષ્ટી માટે છે ફાયદાકાર
અત્યારે ૧૦૦ માંથી ૯૦ લોકોને આંખના નંબર હોય છે. તેના માટે પણ કીવી ખુબ જ ફાયદાકારક છે. કિવી તમારી આંખોને દ્રષ્ટીહીનતાના પ્રાથમિક કારણ એવા મેક્યુલર ડિજનરેશન સામે રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. કિવીનું સેવન કરવાથી મેક્યુલર ડિજનરેશનમાં 36% સુધીનો ઘટાડો થાય છે. કિવીમાં ઝેક્સાન્થિન અને લ્યુટીન જેવા એન્ટીઓક્સિડંટ તત્વો હોય છે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.