જામનગરમાં હનુમાન જયંતીના દિવસે આ મંદિરમાં બને છે ચમત્કારિક ઘટના, લોકો દુર દુરથી આવે છે જોવા…

હનુમાન જયંતિનો તહેવાર હિન્દુ દેવતા શ્રી હનુમાનના માનમાં ઉજવવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામની સેવા કરવાના હેતુથી ભગવાન શંકરના અગિયારમા રુદ્રનો જન્મ અંજનાના ઘરે હનુમાન તરીકે થયો હતો, તેથી આ તહેવારને વાંદરાઓના દેવ ભગવાન હનુમાનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર હિંદુઓ માટે ખાસ તહેવાર છે અને આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. હનુમાનજીને ભગવાન વરુણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શ્રી હનુમાનજી શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમની ભક્તિ, વફાદારી અને સેવાનું સંપૂર્ણ વર્ણન “શ્રી રામાયણ” માં કરવામાં આવ્યું છે. શ્રી હનુમાનજીને શક્તિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તો તે ભગવાન શ્રી હનુમાનની પૂજા કરે છે. પૌરાણિક કથાઓ જણાવે છે કે જો શનિદેવને શાંત કરવા હોય તો ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ.હનુમાન જયંતી ના દિવસે ભક્તો હનુમાનજીની મૂર્તિને તેલ અને સિંદૂર ચઢાવે છે. ઘણા લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે જે કોઈ હનુમાનજીની પૂજા કરે છે અને દર્શન કરે છે તેના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ભગવાન હનુમાનજીની પૂજા અને દર્શન માટે ભક્તો વહેલી સવારથી મંદિરોમાં ઉમટી પડે છે.

પરંતુ આજે અમે જામનગરના જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે તે મંદિરમાં દર હનુમાન જયંતીના દિવસે એક ચમત્કારિક ઘટના બને છે. જેના સાક્ષી થવા માટે લોકો દૂર દૂરથી ત્યાં પહોંચે છે. જામનગરમાં એક ખૂબ પ્રાચીન ફુલીયા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરના પૂજારી છે દીપકભાઈ. સવારે પૂજા કર્યા બાદ દીપકભાઈ તેલ મિશ્રિત સિંદૂર ખાઈ જાય છે અને આ જોવા માટે લોકો સવારથી જ દૂર દૂરથી આવી જતા હોય છે.

તમને જણાવી દઈએ કે દીપકભાઈ દર હનુમાન જયંતીના દિવસે આ રીતે તેલ મિશ્રિત સિંદૂર ખાઈ જાય છે. છતાં પણ તમે કંઈ થતું નથી. લોકો માને છે કે હનુમાન જયંતીના દિવસે તેમનામાં હનુમાન આવી જાય છે. તેથી લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે.