સુરતમાં આવેલી છે મજાની રેસ્ટોરન્ટ, જ્યાં જમવાનું પીરસે છે ટ્રેન…. ડીનર બાળપણની યાદોને તાજી કરે છે

ટોયલેટ થી માંડીને પ્રાદેશિક વાતાવરણ સુધીની થીમ વાળી રેસ્ટોરેન્ટ તમે જોઈ હશે આ પણ માત્ર વિદેશોમાં કે ફિલ્મોમાં. પરંતુ તમે નહીં જાણતા હો કે આપણા ગુજરાતના જ સુરતમાં એક મજાની રેસ્ટોરેન્ટ આવેલી છે જ્યાં ટ્રેન દ્વારા પીરસવામાં આવે છે જમવાનું. આ રેસ્ટોરન્ટ વિશેની ખાસિયતો જાણીને તમે પણ તમારી જાતને ત્યાં જતાં નહીં રોકી શકો. ચાલો જેમને જણાવીએ આ યુનિક રેસ્ટોરન્ટ વિશે.આ રેસ્ટોરન્ટનું નામ છે ટ્રેનિયન એક્સપ્રેસ. તે ગુજરાતના સુરત જિલ્લામાં આવેલી છે જ્યાં પીરસવા માટે કોઈ વ્યક્તિ નથી કે નથી કોઈ વેઇટર. કોઈ પણ માણસ વગર કિચનમાં તૈયાર થયેલું જમવાનું સીધું આ ટ્રેન દ્વારા ગ્રાહકો સુધી પહોંચે છે. ખાસ તો રેસ્ટોરન્ટની આ વિશેષતાને કારણે જ ગ્રાહકો દૂરદૂરથી ત્યાં જમવા પધારે છે.આ રેસ્ટોરન્ટનું નામ પણ તેની આ વિશેષતા ને આધારે જ રાખવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટના માલિક મુકેશ ચૌધરી જણાવે છે કે ખાસ તો તેની આ અનોખી પીરસવાની રીત ના કારણે જ લોકો વિશેષ પ્રમાણમાં ત્યાં જમવા માટે આવે છે. જમવાનું જેવું રસોડામાં તૈયાર થાય કે આ ટ્રેન ના ડબ્બામાં લોડ કરવામાં આવે છે ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે.આ ટોય ટ્રેન લાઈટ થી ચાલે છે. ગ્રાહકોના ટેબલના નામ પણ યુનિક રાખવામાં આવ્યા છે. જેમકે વરાછા રીંગરોડ, આલથન વગેરે. ખાસ તો આ રેસ્ટોરન્ટ તેની વિશેષતાને કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જે ગ્રાહક અહીં જમીને જાય છે તે ફરી ફરીને આવે છે. લોકો કહે છે કે તેમની નાનપણની યાદો અહીં તાજી થઈ જાય છે. ઉપરાંત આ રીતનું કંઈક નવું તેમને જોવા મળી રહે છે. જમવાની બાબતમાં પણ આ રેસ્ટોરન્ટ અલગ તરી આવે છે.ગ્રાહકોનું કહેવું છે કે જે તેઓ માત્ર હમણાં સુધી ફિલ્મોમાં કે વિદેશોમાં જોતા હતા તે હવે પોતાના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. આ પ્રકારની રેસ્ટોરન્ટ તેમને ત્યાં છે એ જાણીને ખૂબ આનંદ થાય છે. લોકો ફરી ફરીને આ રેસ્ટોરન્ટની મુલાકાત લે છે અને ત્યાં નું જમણ લે છે. લોકોનું કહેવું છે કે તેમને ત્યાં આવા પ્રકારની રેસ્ટોરન્ટ છે તે આનંદની વાત છે.