નિંદ્રાધિન માતાના પગ નીચે દબાઈ ગયું 40 દિવસના બાળક, ને કચડી નાખ્યું, પુત્રના જન્મની ખુશી એકાએક માતમમાં ફેરવાઈ

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 40 દિવસના બાળકનું માતાના પગ નીચે દબાઇ જતાં મોત નીપજ્યું છે. જ્યારે પરિવાર વહેલી સવારે જાગે છે ત્યારે તેમના પગ જમીન પરથી સરકી જાય છે. પરિવારમાં 40 દિવસ પહેલા પુત્રના જન્મની ખુશી એકાએક માતમમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નીલકંઠ પાર્કમાં સૂતેલી માતાની બાજુમાં 40 દિવસના બાળકનું કચડાઈ જવાથી મોત થયું છે.માતાને શરદી થઇ હતી તેથી બાળકને ચેપ ન લાગે તે માટે તેને તેના પગ પાસે સુવડાવ્યો હતો અને માતા શરદીની દવા પીને સૂઈ ગઈ હતી. બાળક પર માતાના વજનના કારણે બાળકે જીવ ગુમાવ્યો છે. વાલસોયા બાળકનું માતાના પગ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. જોકે, આ વાતની જાણ થતાં માતા સહિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છેરાજકોટના કોઠારિયા રોડ પર આવેલા નીલકંઠ પાર્કમાં રવિભાઈ જાનીયાણીનો પરિવાર રહે છે. જ્યાં આ ગોઝારી ઘટના બની છે. પરિવારને સારા સમાચાર મળ્યા કે તેમના ઘરે 40 દિવસ પહેલા પુત્રનો જન્મ થયો છે. માતાને થોડા દિવસોથી શરદી હતી. જેથી તેના પુત્રને ચેપ ન લાગે, તેણે તેના વાલસોયાને કમરથી થોડો નીચે ના ભાગે પગ પાસે સુવડાવ્યો હતો, રાત્રે ચાર વાગ્યાની આસપાસ પિતા રવિભાઈ જાગી ગયા હતા અને પત્નીએ પાસે સૂતેલા પુત્ર પર ધ્યાન ગયું ત્યાં જોતાં જ તેને પત્ની ને જગાડી હતી. માતા કાજલબેનના પગ નીચે 40 દિવસનો પુત્ર દબાઈ ગયો હતો.

પુત્રને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તે મૃત્યુ પામ્યો. આ અચાનક બનેલી આફતથી પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે, રવિભાઈ પુથા બનાવવાની ફેક્ટરી ધરાવે છે.